જાણો ગુજરાતી ભાષાની રસપ્રદ માહિતી
ગ્લોબલ ગુજરાતી
ભાષાની બાબતમાં ગુજરાત ખરા આર્થમાં ગ્લોબલ બની ગયું છે. ભારતમાં ગુજરાત સિવાય સૌથી વધુ ગુજરાતી ક્યાય બોલાતી હોય તોતે મુંબઈ(બોમ્બે) છે. નોંધાયેલા આકડા અનુસાર મુંબઈમાં ગુજરાતી ભાષા બોલનારા ૨૧ લાખ જેટલા લોકો વસવાટ કરે છે. જયારે વિશ્વના જુદા જુદા દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો પથરાયેલા છે. જેના આંકડા પર નજર કરીએ તો અમેરિકામાં ૧૦ લાખ અને બ્રિટનમાં ૩ લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે. આ ઉપરાંત યુગાન્ડામાં ૧.૫ લાખ, ટાન્ઝાનિયામાં ૨.૫ લાખ અને કેન્યામાં ૫૦ હઝાર લોકો ગુજરાતી બોલે છે.
૫૫૦૦ વર્ષ પહેલા જન્મેલી ભાષા ધીમે-ધીમે પ્રજા અને પ્રદેશ અનુસાર વિવિધ પદ્ધતિઓના બીબામાં ઢળતી ગઈ. ભારતમાં બોલાતી મોટાભાગની ભાષાઓ એન્ડો આર્યન શ્રેણીની છે. ભારતમાં આશરે ૭૪ ટકા લોકો આ શ્રેણીની ભાષા બોલે છે. જયારે ૨૩ ટકા જેટલા લોકો દ્રવિડીયન ઉપરથી આવેલી ભાષાઓ બોલે છે તો બાકીના લોકો એસ્ટ્રો-એશિયાટિક, ટીબેટો-બર્મન સહિતની અન્ય ભાષાઓ બોલે છે. ભારત દેશની સતાવાર ઓફિસિયલ ભાષા પ્રથમ હિન્દી અને બીજી અંગ્રેજી છે.
૨૨ ભાષાઓ તથા ૨ હઝાર બોલી
ભારતના બંધારણે હિન્દી, અંગ્રેજી સહિતની જુદી-જુદી ભાષાઓ મળીને કુલ ૨૨ જેટલી ભાષાઓને અધિકૃત માન્યતા આપી છે. આ ઉપરાંત ૧૪ જેટલી અલગ-અલગ પ્રાદેશિક ભાષાઓ પણ ભારતમાં વ્યાપકપણે બોલાય છે. જયારે ૨૦૦૦ જેટલી બોલીઓ આ દેશમાં નોંધાયેલી છે. વર્ષ ૧૯૬૧માં થયેલી વસ્તીગણતરી અનુસાર ભારતમાં વિવિધ ૧૬૫૨ ભાષાઓ બોલાતી હતી જેમાંથી ૧૫૭૬ ભાષા માતૃભાષા તરીકે બોલાતી હતી અને ૩૨૫ ભાષાઓ નાનાં-નાનાં ગ્રુપમાં આંતરિક વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી હતી.૫૫૦૦ વર્ષ પહેલા જન્મેલી ભાષા ધીમે-ધીમે પ્રજા અને પ્રદેશ અનુસાર વિવિધ પદ્ધતિઓના બીબામાં ઢળતી ગઈ. ભારતમાં બોલાતી મોટાભાગની ભાષાઓ એન્ડો આર્યન શ્રેણીની છે. ભારતમાં આશરે ૭૪ ટકા લોકો આ શ્રેણીની ભાષા બોલે છે. જયારે ૨૩ ટકા જેટલા લોકો દ્રવિડીયન ઉપરથી આવેલી ભાષાઓ બોલે છે તો બાકીના લોકો એસ્ટ્રો-એશિયાટિક, ટીબેટો-બર્મન સહિતની અન્ય ભાષાઓ બોલે છે. ભારત દેશની સતાવાર ઓફિસિયલ ભાષા પ્રથમ હિન્દી અને બીજી અંગ્રેજી છે.
ગુજરાતી ફ્લેશબેક,ક્યાંથી આવી આ ભાષા ?
મૂળભૂત ગ્રેટર એન્ડો યુરોપિયન ભાષાઓના પરિવારની એન્ડો આર્યન શ્રેણીમાંથી કાળક્રમે ઉદભવ થયો છે. ઈ.સ.૧૧૦૦ થી ૧૫૦૦ની વચ્ચેના સમયગાળા દરમિયાન રાજસ્થાન તરફથી ધીમે-ધીમે અપભ્રંશ થતાં-થતાં જૂની ગુજરાતીભાષા બની. ગુજરાતી શબ્દોનો સૌપ્રથમ ઉપયોગ ઈ.સ.૧૬૦૦-૧૭૦૦માં કવિ પ્રેમાનંદે તેના સાહિત્યમાં કર્યો હોવાનું માનવામાં આવે છે, જોકે તે પહેલા ભક્તકવિ નરસિંહ મહેતાએ ઈ.સ.૪૦૦-૫૦૦માં સાહિત્યની રચના કરી હતી, પરંતુ આ ભાષા અપભ્રંશ ગીરા હોવાનું અને અખાએ પ્રાકૃત ભાષાથી સાહિત્યની રચના કરી હોવાનું કહેવાય છે. ગુજરાતી ભાષાનું નામ ઈ.સ.૭૦૦ આસપાસ આપવામાં આવ્યું હોવાનું કેટલાક ઇતિહાસકારો માને છે. જોકે હાલમાં ગુજરાતી ભાષાના ત્રણ મુખ્ય પ્રકારો ગણવામાં આવે છે જે કાળક્રમે ગુજરાતી ભાષા સંદર્ભે છે. ૧૦-૧૧મી સદીથી ૧૪મી સદી સુધી જૂની ગુજરાતી એટલેકે ગુર્જર અપભ્રંશ ભાષાનું યુગ માનવામાં આવે છે. ત્યારબાદ ૧૪મી થી ૧૭મી સદી મધ્યકાલીન ગુજરાતીનો માન્ય છે. આ સમયમાં ગુજરાતી ભાષા જૂની રાજસ્થાની તરીકે ઓળખાતી હતી, કારણ કે, રાજસ્થાન અને ગુજરાતમાં બોલવામાં આવતી ભાષા લગભગ એકસરખી હતી. ૧૭મી સદીથી આજ સુધીના સમયને અર્વાચીન ગુજરાતીના સમય તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય ભાષાઓમાંથી અપભ્રંશ થયા બાદ સુધારા-વધારા સાથે એક સ્વતંત્ર ભાષા ગુજરાતી તૈયાર થઈ છે.
વાવ ! વોટ અ બ્રિલીયન્ટ એન્ડ સુપર્બ ડિટેલ્સ ઓફ ગુજરાતી લેંગ્વેજ... સુપર્બ, નાઇસ, આઈ લાઈક ઇટ.... !!!
ReplyDelete