Gujarati Grammar @ Glance..... For STD.10 (GSEB Students)
(૧) વિભક્તિ પરિચય:
વિભક્તિ
|
કારક
|
ગુજરાતી ભાષામાં વપરાતાં પ્રત્યયો
|
પ્રથમા
|
કર્તા
|
૦ (શૂન્ય)/એ
|
દ્રિતીયા
|
કર્મ
|
૦ (શૂન્ય)/ને
|
તૃતીયા
|
કરણ
|
થી/થકી/વડે
|
ચતુર્થી
|
સંપ્રદાન
|
ને માટે/માટે/કાજે/ને
વાસ્તે
|
પંચમી
|
અપાદાન
|
થી/માંથી/પરથી/ ને કારણે
|
ષષ્ઠી
|
સંબંધ
|
નો, ની, નું, નાં/ રો, રી
, રુ, રા, રે
|
સપ્તમી
|
અધિકરણ
|
માં/ની અંદર/ઉપર/ને વિષે
|
અષ્ટમી
|
સંબોધન
|
હે/ઓ/અરે
|
(૨) કૃદંત પરિચય:
પ્રત્યય
|
કૃદંતનું નામ
|
ત
|
વર્તમાન કૃદંત
|
ય/ય+એલ્
|
ભૂત કૃદંત
|
નાર
|
ભવિષ્ય કૃદંત
|
વ/વ+ન્
|
સામાન્ય કૃદંત/વિધ્યર્થ
કૃદંત
|
ઈ/ઈ+ને
|
સંબંધક ભૂતકૃદંત
|
(૩) સમાસ પરિચય:
સમાસનું નામ
|
જોડાયેલા શબ્દો... વિગેરે...
|
તત્પુરુષ સમાસ
|
આ પ્રકારના સમાસમાં શબ્દો
વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલા હોય. જેવા કે... એ, ને, વડે, ને માટે, કાજે, ને
વાસ્તે, થી, માંથી, પરથી, ને કારણે, નો, ની, નું, નાં, રો, રી, રુ, ર,
રે, માં, ની અંદર, ઉપર, ને વિષે... વિગેરે...
ઉદાહરણ: (૧) સોનાપત્રો =
સોનાનાં પત્રો
(૨) નામાંકિત = નામથી
અંકિત
|
દ્વિગુ સમાસ
|
આ પ્રકારના સમાસમાં શબ્દો
સંખ્યાવાચક શબ્દોથી જોડાયેલા હોય છે... જેવા કે... એક, બે, ત્રણ, ચાર,
પાંચ...વિગેરે...
ઉદાહરણ: (૧) ત્રિકાળ = ત્રણકાળ
(૨) પંચમુખી = પાંચ મુખવાળા
|
ઉપપદ સમાસ
|
આ પ્રકારના સમાસમાં શબ્દો
“નાર” પ્રત્યયથી જોડાયેલા હોય છે...
ઉદાહરણ: (૧) હરામખોર =
હરામનું ખાનાર
(૨) સત્યવાદી = સત્ય બોલનાર
|
દ્વંદ સમાસ
|
આ પ્રકારના સમાસમાં શબ્દો
“અને” અથવા “કે” જેવા પ્રત્યયોથી જોડાયેલા હોય છે.
ઉદાહરણ: (૧) માતાપિતા =
માતા અને પિતા
(૨) ચા-કોફી = ચા કે
કોફી
|
કર્મધારય સમાસ
|
આ પ્રકારના સમાસમાં પૂર્વપદ
(શબ્દનું પ્રથમ પદ) ઉતરપદનાં (શબ્દનું બીજું પદ) વિશેષણ તરીકે કાર્ય કરે છે.
ઉદાહરણ: (૧) મહાદેવ
પૂર્વપદ ઉતરપદ
(૨) દુકાળ
પૂર્વપદ ઉતરપદ
|
મધ્યમપદલોપી સમાસ
|
આ પ્રકારના સમાસમાં
મધ્યમપદનો લોપ થયેલો હોય છે.
ઉદાહરણ: (૧) આગગાડી = આગ વડે
ચાલતી ગાડી
(૨) ઘોડાગાડી = ઘોડા વડે
ચાલતી ગાડી
|
બહુવ્રીહિ સમાસ
|
આ પ્રકારના સમાસમાં શબ્દો
“તે”, “તેવા”, “એ”, “એવા” જેવા પ્રત્યયોથી જોડાયેલા હોય છે.
ઉદાહરણ: (૧) અતિથી = જેની
આવવાની કોઈ તિથિ નથી તે
(૨) વિધવા = જેનો પતિ મૃત્યુ પામ્યો
છે એવી (સ્ત્રી)
|
(૪) છંદ પરિચય: {A – અક્ષરમેળ છંદ, M – માત્રામેળ છંદ}
છંદનું નામ
|
અક્ષર
|
બંધારણ
|
યતિ
|
(A) શિખરિણી છંદ
|
૧૭ વર્ણ
|
યમનસભલગા
|
૬ અને ૧૧ અક્ષરે
|
(A) મંદાક્રાન્તા છંદ
|
૧૭ વર્ણ
|
મભનતતગાગા
|
૪ અને દશ અક્ષરે
|
(A) પૃથ્વી છંદ
|
૧૭ વર્ણ
|
જસજસયલગા
|
૮ અક્ષરે
|
(A) સ્ત્રગ્ધરા છંદ
|
૨૧ વર્ણ
|
મરભનયયય
|
દર ૭ અક્ષરે
|
(A) શાર્દૂલવિક્રીડિત છંદ
|
૧૯ વર્ણ
|
મસજસતતગા
|
૧૨ અક્ષરે
|
(A) વસંતતિલકા છંદ
|
૧૪ વર્ણ
|
તભજજગાગા
|
૪, ૭, ૧૨ અક્ષરે
|
(A) મનહર છંદ
|
૩૧ વર્ણ (૧૬+૧૫)
|
---
|
૮, ૧૬, ૨૪ અક્ષરે
|
(A) અનુષ્ટુપ છંદ
|
૩૨ વર્ણ (૧૬+૧૬) [ચારેય
ચરણમાં ૮ વર્ણ]
|
---
|
---
|
(M) ચોપાઈ છંદ
|
૧૫ માત્રા [દરેક ચરણમાં]
|
---
|
---
|
(M) દોહરો છંદ
|
૨૪ માત્રા [ચાર ચરણ]
[પહેલા અને ત્રીજા ચરણની ૧૩ માત્રા તથા બીજા અને ચોથા ચરણની ૧૧ માત્રા]
|
---
|
---
|
(M) હરિગીત છંદ
|
૨૮ માત્રા
|
---
|
---
|
(M) સવૈયા છંદ
|
૩૧ કે ૩૨ માત્રા
|
---
|
૧૬ કે ૧૭ માત્રાએ
|
(૫) અલંકાર પરિચય:
{ઉપમેય: જેની સરખામણી
કરવાની છે તે...
ઉપમાન: જેની સાથે સરખામણી
કરવાની છે તે...}
અલંકારનું નામ
|
વિશિષ્ટતા
|
શબ્દો
|
વર્ણસગાઇ
|
એક વાક્યમાં એકનો એક વર્ણ
વારંવાર રીપીટ થાય...
|
---
|
શબ્દાનુંપ્રાસ (યમક)
|
એક વાક્યમાં એકનો એક શબ્દ
વારંવાર રીપીટ થાય...
|
---
|
આંતરપ્રાસ (પ્રાસસાંકળી)
|
વાક્યમાં પ્રથમ પંક્તિનાં
છેલ્લા તથા બીજી પંક્તિનાં પ્રથમ વર્ણમાં પ્રાસ મળે...
|
---
|
અંત્યાનુંપ્રાસ
(પ્રાસાનુંપ્રાસ)
|
વાક્યમાં પ્રથમ તથા
છેલ્લી એમ બંને પંક્તિનાં અંતે પ્રાસ મળે...
|
---
|
ઉપમા
|
ઉપમેયને ઉપમાન સાથે
સરખાવવામાં આવે...
|
જેમ, જેવો, જેવી, જેવું, માફક,
પેઠે, સમ, શી, સરખી, સરખા, તુલ્ય...
|
ઉત્પ્રેક્ષા
|
ઉપમેય તથા ઉપમાન એક હોય
તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે...
|
જાણે, રખે, શકે, દીસે...
|
રૂપક
|
ઉપમેય તથા ઉપમાન બંને એક
જ હોય...
|
---
|
અનન્વય
|
ઉપમેયને જ ઉપમાન
બતાવવામાં આવે...
|
---
|
વ્યતિરેક
|
ઉપમેયને ઉપમાન કરતાં
શ્રેષ્ઠ બતાવવામાં આવે...
|
---
|
શ્લેષ
|
એક વાક્યમાં એક જ શબ્દના અનેક
અર્થ ઉપજે...
|
---
|
વ્યાજસ્તુતિ
|
વાક્યમાં પ્રશંસા દ્વારા
નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે...
|
---
|
સજીવારોપણ
|
વાક્યમાં નિર્જીવનું
સજીવમાં આરોપણ કરવામાં આવે...
|
---
|
Comments
Post a Comment