"કોઈ પણ માણસ દુઃખી ન થાય"

      આપણા વેદો, પુરાણો તેમજ ઉપનિષદોમાં માણસનું સુખ જળવાઈ રહે તેમજ સર્વપ્રકારે કલ્યાણ થાય તેવું લખાયું છે.માણસનું સર્વપ્રકારે સુખી થાય અને તે સારી કેળવણી પ્રાપ્ત કરે તેવી ઇચ્છાઓ વ્યક્ત કરી છે.
     કોઈ પણ માણસ દુઃખી ન થાય તે માટે એક તો તે ભણેલો-ગણેલો હોવો જોઈએ. બીજું કે તે સંસ્કારી તથા સુખી પરિવારનો હોવો જોઈએ. ત્રીજું કે તે નીરોગી અને તંદુરસ્ત હોવો જોઈએ. જો ઉપરોકત ત્રણેય બાબતો હોય તો કોઈ પણ માનસ દુઃખી થાય નહિ.

     આજનો માનવી યંત્ર જેવો બની ગયો છે. જેમ યંત્ર અનેક કામ પર મન સ્થિર કરી શકે છે તેમ આજનો માનવી પણ અનેક કામ પણ પોતાનું મન સ્થિર કરવાની ક્ષમતા ધરાવે છે. માનવીએ માત્ર પૈસાને જ મહત્વ આપ્યું છે. તે પૈસાની પાછળ ઘેલો બની ગયો છે, અને તેના કારણે સંબંધોમાં તકરાર થાય છે.
    
      કોઈ પણ માણસ નીચેના કારણોથી દુઃખી હોય શકે : (૧) સંબંધોમાં મતભેદ (તકરાર), (૨) નબળી આર્થિક સ્થિતિ, (૩) રોગી શરીર અને અવ્યવસ્થિત સ્વાસ્થ્ય, (૪) ઈચ્છાઓ તથા મનોકામનાઓ પૂર્ણ ન થવાથી વગેરે........ પરંતુ આવા કારણોને પડકારવા મુશ્કેલ છે. માણસે પોતાનું જીવન શાંતિપૂર્ણ અને સાત્વિક તેમજ સાદાઈથી જીવવું જોઈએ.
      બીજું તો સંબંધોમાં મતભેદ, તો તેનું કારણ પણ માનવી જ છે. આજનો માનવી મિત્ર-મિત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની, તેમજ ઘણા બધા અગત્યના સંબંધોને કેળવવામાં નિષ્ફળ નીવડ્યો છે, જેને કારણે સંબંધોમાં મતભેદ તથા મનભેદ થાય છે એટલે કે બ્રેકઅપ થાય છે. આજે એક માનવીનું મન બીજા માનવીના મન સાથે ભળી શકતું નથી. જેને કારણે મતભેદ વધતા જાય છે. આજે એક માનવી બીજા માનવીમાં સંબંધોમાં દખલગીરી કરી રહ્યો છે. તે ન તો બીજાની લાગણી સમજી શકે છે કે ન તો તેનો આદર કરી શકે છે. જેના કારણે આજે માનવી-માનવી વચ્ચેના સંબંધરૂપ અંતરમાં ઘટાડો જોવા મળે છે. આજનો માનવી ૨૧મી સદીનો જરૂર છે પરંતુ તે સમાજની પરમ્પરાઓ તથા સંબંધરૂપી દીવાલોને તોડી રહ્યો છે.
      કોઈ પણ માણસ જન્મે છે ત્યારે તેને માતા-પિતા કે સંસારના નજીકના-દુરના અન્ય જીવો સાથે સંબંધોમાં આવવું પડતું હોય છે.પ્રેમના કે સ્વાસ્થયના સંબંધોના જીવને (કોઈ પણ સજીવને) ઝકડી લેતા હોય છે. માણસ જેમ-જેમ અન્ય સાથે સંબંધાતો જાય છે તેમ-તેમ સ્વાર્થ અને પ્રેમના ઊંડા વમળોમાં ડૂબતો જાય છે - ખેંચાતો જાય છે. હાડકું ચુસતા કુતરાને મોમાંથી નીકળતું લોહી વધુ સ્વાદીષ્ટ લાગે છે તેમ તે ઝનુનપૂર્વક હાડકું ચૂસ્યા કરે છે, એવું જ કદાચ એનાથી પણ તીવ્રપણે માણસ આવી શ્વાનસહજ વૃતિથી પ્રેરાઈને મોહમાયામાં બંધાતો જાય છે.

      સંબંધો અંત્યંત સેન્સેટીવ હોય છે. દરેક ક્ષણે સંબંધ આપણને અહેસાસ કરાવે છે કે કોઈ છે કે જેના દિલમાં તમારું  સ્થાન છે ? કોઈ તમારા વિષે વિચારે છે ? કોઈ તમારી ચિંતા કરે છે ? કોઈ તમારું ભલું ઈચ્છે છે ? કોઈ તમારા માટે પ્રાથનાં કરે છે ? આ બધા જ સવાલના જવાબ તમને સુખરૂપી ટ્રેનની સફરતા કરાવશે. આ રિલેશનશિપમાં કોઈ ફૂલપોઈન્ટ ન આવે એ જ સંબંધ જિંદગીના અમુક વળાંકે જુદો પડી જતો હોય છે.

      કોઈ સંબંધ જયારે જન્મે છે ત્યારે "આયુષ્ય ટેગ" લઈને નથી આવતો. પરપોટો ગમે તેટલો મોટો હોય પણ એ લાંબુ ટકતો નથી. અમુક સંબંધો મેઘધનુષ્ય જેવા હોય છે. જેમ મેઘધનુષ્ય જીવનના આકાશમાં રંગ પૂરે છે અને પળવારમાં જ ચાલ્યું જાય છે ત્યારે માણસ હતાશ થાય છે.

     કોઈ માણસ એકબીજાનું ભલું ઈચ્છે તો જ તે સુખી થઈ શકે છે. એટલે કે સાચા અર્થમાં કહીએ તો સુખી થવું હોય તો પહેલા બીજાને સુખી કરો. કોઈ દીનદુઃખીને આશ્વાસન કે દિલાસો આપીને, રોગીને રાહત પહોચાડીને, જરૂરતમંદ લોકોને આપણાથી શક્ય તેટલી તન, મન અને ધનથી સેવા કરીને જ આપણને  સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. તે જ દુનિયાનું સર્વોતમ સુખ છે.

              "આપણામાં તાકાતની નહિ પણ ઈચ્છાશક્તિની ખામી છે,
 મહાન મહાપુરુષોમાં ઈચ્છાશક્તિ હોય છે  અને સામાન્ય માણસોમાં માત્ર ઈચ્છા."  

      અર્થાત માણસ માત્ર ઈચ્છા જ નહિ પરંતુ બળ-બુદ્ધિ વડે પોતાના સપનાઓ સર કરશે તો જ તે સુખી થશે.
 અંતે બસ એટલું જ કે,
"આવતીકાલની સુવર્ણમુદ્રાઓ કરતાં આજની કોડી પણ શ્રેષ્ઠ છે."
અને
"આ જીવન એક વસ્ત્ર છે, એ મેલું થાય તો ધોઈ લેવું જોઈએ, ફાટી જાય તો રફુ કરાવી લેવું જોઈએ પણ જેટલા દિવસ ચાલે ત્યાં સુધી વ્યવસ્થિત, યોગ્ય અને સારી રીતે ચલાવી લેવું જોઈએ."

*** 

      

   

        

Comments

Popular Posts