કુદરતની માતા-પિતા સ્વરૂપે ભેટ
ખરી
વાત છે. માતા-પિતા ક્યાંય જતાં નથી. મૃત્યુ માતા-પિતા અને સંતાન વચ્ચેનો
સંબંધ તોડી શકતું નથી. એમની શાંત અને સુખદ હાજરી સતત વર્તાતી રહે છે. જાણે
કે તેઓ અહીં જ છે આપણું રક્ષણ કરવા, આપણું કોઈ અહિત ન કરી જાય એનું ધ્યાન
રાખવા. આપણે સાચો નિર્ણય લેતા હોઈએ ત્યારે તેમની મૌન સહમતી અનુભવી શકાય છે.
ખોટી દિશામાં વિચારી રહ્યા હોઈએ ત્યારે એમનો નકાર સાંભળી શકાય છે. ક્યારેક
ગિલ્ટ સપાટી પર આવી જાય છે. આ બધી મીઠાશ,
આ મધુરતા મા-બાપ હયાત હતાં ત્યારે કેમ વ્યક્ત થતી નહોતી? સદેહે જીવતાં
હતાં ત્યારે કેમ તેમના પ્રત્યે કઠોર બની જવાતું હતું? એવા તો કયાં મહાન કામ
કરીને ઊંધા પડી ગયા હતા કે એમને સમય આપી શકતા નહોતા? ખબર હતી કે એમની
અવગણના થઈ રહી છે તો પણ ખુદની લાઇફસ્ટાઇલમાં ફર્ક લાવવાની તસદી કેમ લેતા
નહોતા?
મા-બાપ ક્યાંય જતાં નથી એ વાત અનુભૂતિના સ્તરે બરાબર છે, પણ નક્કર સચ્ચાઈ એ છે કે મા-બાપ જતાં રહે છે. મા-બાપ અમર હોતાં નથી. એક દિવસ એ મૃત્યુ જરૂર પામે છે. પૂરું જીવન જીવીને અથવા સાવ અચાનક, અણધાર્યાં. લાકડાંની ચિતા પર શરીર ભડભડ બળી ગયા પછી અસ્થિ લઈને ઘરે પાછા આવીએ ત્યાર પછી તીવ્રતાથી અહેસાસ થાય છે કે કશુંક અધૂરું રહી ગયું છે. કેટલાય છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા છે. મા-બાપને કશુંય આપવાની સંતાનની હેસિયત ક્યારેય હોતી જ નથી. પોતાના જન્મદાતાને આપણે એક જ વસ્તુ આપી શકતા હોઈએ છીએ – સમય. એટેન્શન. મા-બાપ એ જ ઝંખતાં હોય છે સંતાન પાસેથી. માતા-પિતાને લાડ લડાવવા હતા. એમનો દુર્બળ થઈ ગયેલો હાથ પકડીને હિલ-સ્ટેશન પર ફરવું હતું. ગમ્યું હોત એમને. ખૂબ ગમ્યું હોત. કેમ આ બધું કર્યું નહીં તેઓ જીવતાં હતાં ત્યારે?
મા-બાપ સાથે એક જ ઘરમાં રહેતાં હો તો અલગ વાત છે, પણ ધારો કે તમે જુદાં ઘરોમાં, જુદાં શહેરોમાં રહો છો. બે-ચાર-પાંચ-છ મહિને એક વાર મમ્મી-પપ્પાને મળી આવો છો અથવા તેઓ તમારે ત્યાં આંટો મારી જાય છે. કદી વિચાર્યું છે કે તેઓ મૃત્યુ પામશે તે પહેલાં કેટલી વખત પ્રત્યક્ષ મળવાનું થશે? પ્રશ્ન અસ્થિર કરી મૂકે તેવો છે.

Comments
Post a Comment