"જી’દગી ની વ્યથા"


જીવનમાં આટલુ યાદ રાખો મિત્રો
ત્રણ કોઈની રાહ જોતા નથી,
સમય,મ્રુત્યુ અને ગ્રાહક
ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે,
મા, બાપ અને જવાની.
ત્રણ ગયા પછી પાંછા વળતાં નથી,
તીર કમાનથી, વાણી જીભથી, પ્રાણ દેહથી.
ત્રણ ઉપર હંમેશા પડદો રાખો,
ધન, સ્ત્રી અને ભોજન.

ત્રણથી બચવા પ્રયત્ન કરવો,
ખોટી સંગત, સ્વાથૅ અને નિંદા.

ત્રણ ઉપર મન લગાવાથી પ્રગતિ થાય,
ઈશ્વર, મહેનત અને વિધા.

ત્રણને કદી ભૂલશો નહીં, દેવુ,
ફરજ અને માંદગી.
ત્રણ

વ્યક્તિનું સદા સન્માન કરવું,
માતા, પિતા અને ગુરુ.
ત્રણને હંમેશા વશમાં રાખો,
મન, કામ અને લોભ.

ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો,
બાળક, ભૂખ્યા અને અપંગ.

Comments

Popular Posts