બહુ મજાનું અને શીખવા જેવું
બે સ્ત્રીઓ ઓફીસ માં બેસીને વાતો કરતી હતી.
પહેલી સ્ત્રી: ગઈકાલની સાંજ મારા માટે યાદગાર રહી, તારી?
બીજી સ્ત્રી: એક દુસ્વપ્ન. મારા પતિ ઘેર આવ્યા, ફટાફટ જમ્યા અને સુઈ ગયા. તે શું કર્યું?
પહેલી સ્ત્રી: અરે બહુજ મજા આવી! મારા પતિ ઘેર આવ્યા અને મને એક રોમેન્ટિક ડીનર માટે લઇ ગયા. જમ્યા પછી અમે એક કલાક વોક કરી. ઘેર આવ્યા પછી એમણે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવી. મને તો આ બધું પરીકથા જેવું લાગતું હતું!
બરાબર એજ સમયે એ સ્ત્રીઓના પતિઓ પોતાની ઓફિસમાં વાત કરી રહ્યા હતા.
પતિ ૧:કાલની સાંજ કેવી રહી?
પતિ ૨: એકદમ મસ્ત! હું ઘેર ગયો, જમવાનું તૈયાર હતું હું જમીને સુઈ ગયો. તે શું કર્યું?
પતિ ૧: એક દુસ્વપ્ન! હું ઘેર ગયો તો રસોઈ તૈયાર નહોતી, કારણ પૂછ્યું તો ખબર પડી કે હું બિલ ભરવાનું ભૂલી ગયો હતો એટલે મારા ઘરનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું હતું: અમે જમવા બહાર ગયા તો ભોજન એટલું બધું મોંઘુ હતું કે ઘેર આવવાના પૈસા જ બચ્યા નહિ ચાલતા પાછા આવવું પડ્યું, એક કલાક ચાલીને અમે ઘેર આવ્યા પછી યાદ આવ્યું કે ઘરમાં તો લાઈટો જ નથી એટલે મારે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવવી પડી !!!!!!!!!!!!!!
Comments
Post a Comment