નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું.
રમી રહ્યુ હતુ. થોડે દુર બેઠેલી એની માં આ
બાળકને જોઇ રહી હતી. અચાનક એક મગર
બહાર આવી, બાળક
તો એની મસ્તીમાં રમી રહ્યુ હતું મગરે
બાળકનો પગ પકડ્યો.
દુર બેઠેલી માં નું ધ્યાન જ હતું એણે
કુદકો મારીને બાળકના હાથ પકડી લીધા. એક
બાજુ મગર અને બીજી બાજું
માં......પેલી સ્ત્રીએ પોતાની તમામ તાકાત
લગાવીને બાળકને મગરના સકંજામાંથી મુક્ત
કર્યું. પરંતું આ
ખેંચતાણમાં પેલી સ્ત્રીના તિક્ષ્ણ નખ
બાળકના હાથમાં લાગી જવાથી એના હાથમાંથી લોહી નીકળતું
હતું. નાના બાળકને એ નહોતું સમજાતું કે એક
માં મને કઇ રીતે લોહી-લુહાણ કરી શકે?
મારી માને મારો જરા પણ વિચાર
નહી આવ્યો હોય ?
બાળકની આંખમાં પ્રશ્ન
વાંચી ગયેલી માતાએ કહ્યુ કે બેટા મને
ખ્યાલ છે કે તું મારા પર ગુસ્સે છે,
મારા મોટા નખથી તારા હાથની ચામડી ઉતરી ગઇ
છે અને તને ખુબ પીડા થાય છે એ પણ હુ
સમજી શકું છું. પણ બેટા તને કદાચ અત્યારે
નહી સમજાય તું બહું નાનો છે હજુ . મારે તને
બચાવવો હતો અને મારી પાસે આ માટે
બીજો કોઇ વિકલ્પ જ ન હતો
આપણા જીવનમાં પણ ઘણી એવી ઘટનાઓ
બને છે ત્યારે આપણે પણ પરમાત્મા પ્રત્યે
નારાજ થઇ જઇએ છીએ. આપણને એવું લાગે
છે કે ભગવાન તે કંઇ આવા હોતા હશે જે મને
આવું દુખ અને પીડા આપે છે? આપણું પણ
પેલા નાના બાળક જેવું જ છે . હાથ પર
પડેલા વિખોળીયાને યાદ કરીને રડ્યા કરીએ
છીએ એ તો સાવ ભુલી જ જઇએ છીએ કે આ
નાની એવી પીડાના બદલામાં હું બચી ગયો છું.
Comments
Post a Comment