બીજાનું ભલું વિચારજો જરૂર..
તમને શું લાગે છે મિત્રો, આ વૃદ્ધ દંપતીએ આવું કેમ કહ્યું હશે ??
જરા મગજ દોડાવો.......
શું કીધું મગજ નથી ચાલતું ??
અરે! આવી રીતે હાર નહિ માનતા યાર.....
હજી થોડો પ્રયત્ન કરી જુવો......
શું કીધું જવાબ નથી મળતો!!
ઠીક છે આ રહ્યો જવાબ........
જો અગર આ વૃદ્ધ દંપતી બસમાંથી ઉતર્યાજ નાં હોત, તો જે સમય તેઓને બસમાંથી ઉતરવામાં લાગ્યો તે ના લાગત અને બસ ત્યાં રોકાયા વિના જ આગળ વધી ગયી હોત. એટલે કે પથ્થર પડવાના સમયે તે બસ ઘટના સ્થળે ના હોત, પણ થોડી આગળ વધી ગઈ હોત અને તેથી જ કદાચિત આવા કરુણ બનાવનો ભોગ બનતા તે બચી ગઈ હોત.
આનો અર્થ દોસ્તો એમ કે જીવનમાં હમેશા સકારાત્મક વિચાર કરો અને બીજાઓને મદદ કરવા સદૈવ તત્પર રહો.
અગર આ વૃદ્ધ દંપતીની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચિત તેના મુખમાંથી આવું પણ નીકળત : "હાશ! સારું થયું કે આપણે એ બસ માંથી ઉતરી ગયા, નહિતર આપણું પણ મૌત પાક્કું હતું!"
મિત્રો જીવનમાં પોતાના સુખ-દુખનો ખયાલ તો બધા રાખતા જ હોય છે પણ જે બીજાના દુખને પણ પોતાના સમજીને એમાં મદદરૂપ થવા તત્પર રહે છે તેનો મનુષ્ય જનમ સાર્થક થઇ જાય છે. ઉપરોક્ત ઘટનામાં ભલે પેલા વૃદ્ધ દંપતી કઈ કરી શકવા અસમર્થ હતા પણ તેઓએ કમસેકમ એક હકારત્મક ઉમદા વિચાર તો કર્યો જ હતો ને? જેમાં તેમની સદભાવના સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દોસ્તો જીવનમાં ક્યારે કોઈનું ભલું કરવાનો અવસર મળે કે ના મળે પણ બીજાનું ભલું વિચારજો જરૂર...!!!
Comments
Post a Comment