Skip to main content
ઝવેરચંદ મેઘાણી
ભારતના રાષ્ટ્રીયશાયરનું બિરુદ પામનાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૭માં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો.તેમના માતાનું નાં ધોળીબાઈ અને પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાના જૈન-વણિક હતા.તેમનાં પિતાની નોકરી પોલીસખાતામાં હતી અને પોલીસખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ-અલગ ગામોમાં રહેવાનું થયું.ઝવેરચંદનું ભણતર રાજકોટ,દાઠા,પાળીયાદ,બગસરા વગેરે જગ્યાઓએ થયું.તેઓ સવંત ૧૯૧૨માં મેટ્રીકની પરીક્ષામાં ઉતીર્ણ થયા.સવંત ૧૯૧૬મા તેઓએ ભાવનગરના શામળદાસ મહાવિધાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કાર્ય બાદ સવંત ૧૯૧૭મા તેઓ કોલકાતા સ્થીત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમીનીયમ કંપનીમાં કામે લાગ્યા.આ કંપનીમાં કામ કરતી વખતે એકવાર ઇગ્લેન્ડ જવાનું પણ થયું હતું.૩ વર્ષ આ કંપનીમાં કામ કાર્ય બાદ વતનના લગાવથી તેઓએ નોકરી છોડીને બગસરા સ્થાઈ થયા.સવંત ૧૯૨૨ માં જેતપુર સ્થીત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.નાનપણથી જ તેમણે ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન કર્યું હતું.જેના ફળ રૂપે તેમણે “સૌરાષ્ટ્રની રસધાર” રૂપે એક ખુબ સુંદર પુસ્તકનું લેખન પણ કર્યું હતું.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3OP-4EdumeWaWKPLWuc0EyZcHwsjhQGwGizeyfr4Ad5CFOe_MNzZ4oV-6cyp-VQ329uUVL9orgoldV2ift81Q8_pDeKzA2MexltlUL4na8wgIe236_GqPgQS8ldB9NHY1zDTrE8XFft4/s1600/jm-10.jpg) |
Zaverchand Meghani
|
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYN6oIaIIlJLzI706jaLUCRKEQkIYD4YLc2TJ5sqQxus4GWBs1fYG2wGDXQhuQQlPAQVtzZasr5Oqb2ItmixnGQIioGzSbmYKq4hdr8CocRpGm7ZCGSqK40Zq61pRdSKvHSyHVoQfS9no/s1600/jm.jpg) |
Zaverchand Meghani |
Comments
Post a Comment