લાગણી થી તરબતર થઈ જવાય એવી એક અભિવ્યક્તિ


કયાં જાય છે?
એમ થોડું મને છોડીને જવાય!
દિવા નીચેના અંધારાને ક્યારેય તે
દિવાથી અલગ જોયુ છે?
એમ બને કે ક્યારેક હવા એ અડપલા કરે
તો એકબીજાથી થોડું એડજેસ્ટ ના થવાય,
પણ એ હવા થોડી કાયમી હોય છે, અંતે
તો આપણે સાથે જ ને!

આમ તુ ફોન સ્વિચ ઓફ કરીને બેસીસ તો શું
હું તારા સુધી ના પહોંચી શકું એમ?
પાગલ છે તુ, પેલી ગાયબ
રહેતી અજાણી શક્તિને નથી ઓળખતી તુ ?
હું તેના દ્વારા વાઇબ્રેશન્સ મોકલીશ જા !
હ્રદય થોડુને બંધ કરી શકીશ તું,
એના કોપીરાઇટ્સ તો મારી પાસે છે!
શું કહેતી'તી ?

રસ્તાઓ અલગ અલગ કરવા છે!
તો કંઇ વાંધો નહિ વ્હાલી,
આપણે બનાવી નાખીએ બે રસ્તા!
પણ મારી એક શર્ત છે,

તારો પાક્કો રસ્તો બાંધી આપુ
તો મારા માટે હું સાઇડમાં એક
નાનો સરખો સર્વિસ રોડ રાખીશ અને બેય
રસ્તા વચ્ચે આવન
જાવનની જગ્યા તો ખરી જ,
બોલ છે મંજુર?
અંતે જ્યારે તું ઘરડી થઇશ ત્યારે આપણે એક જ
રસ્તે તો ચાલવાના, દિવા નીચેનું અંધારૂ
થોડું જાય !!

Comments

Popular Posts